પંચગવ્ય ખેતી

img

પંચગવ્ય આધારિત ખેતી

ગોમાતા-ગોવંશના ગોબર-ગોમૂત્ર સાથે અન્ય ઔષધિ ભેળવીને ખેતી માટે પંચગવ્ય આધારિત ખાતર તૈયાર કરવામાં આવે છે. આ ખાતરનો ખેતીમાં ઉપયોગ કરવાથી ખેતપેદાશોમાં સાત્ત્વિક તેમજ શુદ્ધ પોષક ગુણોની વૃદ્ધિ થાય છે. શ્રીવલ્લભ ગોશાલાની તમામ ખેતીલાયક જમીનમાં આ ખાતરનો ઉપયોગ કરીને જ ગોમાતા માટે ચારો તથા અન્ય સામગ્રી ઉત્પન્ન કરવામાં આવે છે. જેની ગોમાતા તેમજ માનવજીવનના સ્વાસ્થ્ય પર ખૂબજ સકારાત્મક અસર જોવા મળે છે.