સાત્વિક દૂધ વિતરણ

img

સાત્વિક દૂધ વિતરણ

     શ્રીવલ્લભ ગોશાલામાં પ્રસન્નતાથી બિરાજમાન ગોમાતાના સાત્ત્વિક દૂધ માટે આગ્રહી વ્યક્તિઓને સરલતાથી દૂધ પ્રાપ્ત થાય તે માટેની વ્યવસ્થા પણ ગોશાલાના સંચાલકો દ્વારા કરવામાં આવી છે. જુદી-જુદી જગ્યાએ ઉભા કરવામાં આવેલા પીક-અપ પોઇન્ટ પરથી અથવા તો હોમ ડિલિવરી કરીને નિયમિત રીતે અનેક પરિવારોને ગોમાતાનું દૂધ પ્રાપ્ત કરાવવામાં આવે છે.

    આ રીતે શ્રીવલ્લભ ગોશાલા તેના મૂલ સિદ્ધાંત; ગોમાતાની પ્રસન્નતા પૂર્વક ગોસંવર્ધન-ગોસંરક્ષણના પાલનપૂર્વક ખૂબજ સુંદર રીતે કાર્યરત છે. ગોસ્વામી શ્રીકિશોરચંદ્રજી મહારાજશ્રીના પ્રસન્નતા પૂર્વકના આશીર્વાદ તેમજ ગોસ્વામી શ્રીપીયૂષબાવાશ્રીના પૂર્ણ માર્ગદર્શનમાં ચાલી રહેલી શ્રીવલ્લભ ગોશાલાની મુલાકાત લેવી તેમજ ગોસેવાના યથાયોગ્ય સામર્થ્ય મુજબ સહભાગી થવું એ આપણા જીવનનું ધન્ય ભાગ્ય છે.