તાલીમ

img

તાલીમ

શ્રીવલ્લભ ગોશાલામાં ગોસંરક્ષણ-સંવર્ધન માટેની પ્રાચીન-અર્વાચીન ટેકનોલોજીના પૂર્ણ અનુભવી વ્યક્તિઓના માર્ગદર્શન અને દેખરેખ સાથે ગોમાતાના સુખનો પૂર્ણ વિચાર કરી ગોપાલન થઇ રહ્યું છે, જે કાર્યપદ્ધતિથી ગોમાતા-ગોવંશ આનંદપૂર્વક બિરાજી રહ્યું છે.

ગોશાલામાં ઉપયોગમાં લેવાતી આ પદ્ધતિની તાલીમ મેળવવા ઇચ્છતા કોઇપણ ગોશાલા સંચાલકો અથવા સ્વગૃહે ગોપાલન કરતા વ્યક્તિઓને શ્રીવલ્લભ ગોશાલામાં યથા યોગ્ય માર્ગદર્શન પુરૂ પાડવામાં આવે છે. આ ઉપરાંત પંચગવ્ય આધારિત ખેતી અને દૂધ ઉત્પાદન જેવી અનેક બાબતોનો સુનિશ્ચિત અને સૈદ્ધાંતિક જ્ઞાન પ્રાપ્ત થાય તે માટે અહિં સમયાંતરે વિવિધ તાલીમનું આયોજન કરવામાં આવે છે.